એચ-ટાટની પરીક્ષાનું પ્રશ્નપત્ર અઘરું નીકળતા ઉમેદવારોમાં વ્યાપેલી નિરાશા
ગાંધીનગર, રવિવારસમગ્ર રાજ્યમાં લેવાયેલી એચ-ટાટની પરિક્ષાનું પ્રશ્નપત્ર અઘરૂ નિકળતા ઉમેદવારોમાં રોષ ફાટી નિકળ્યો છે. પરિક્ષા આપનાર ઉમેદવારોએ જણાવ્યુકે, પ્રશ્નપત્ર અણઘડ રીતે કાઢવામાં આવ્યુ હોય તેમ જણાઇ રહ્યુ છે. કેટલાક દ્વિધામાં મુકતા પ્રશ્નોથીઉમેદવારો મૂંઝાયા હતા.
'વોલીબોલમાં અવેજી ખેલાડી કેટલા' જેવા દ્વિધામાં મુકતા પ્રશ્નોથી ઉમેદવારોમાં રોષ
સમગ્ર રાજ્યમાં ૬૨૦૦ ઉમેદવારોએ એચ-ટાટની પરીક્ષા આપી
આચાર્યો માટેની એચ-ટાટની આજે બીજા તબક્કાની પરિક્ષા લેવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ૬૨૦૦ ઉમેદવારોએ આ પરિક્ષા આપી હતી. પરંતુ આજેલેવાયેલી પરિક્ષામાં પુછાયેલા પ્રશ્નોથી ઉમેદવારો ઉપરાંત આ ક્ષેત્રે સંકળાયેલા તજજ્ઞાો પણ અચંબામાં પડી ગયા હતા. ઉમેદવારોને પ્રશ્નપત્ર અત્યંત મુશ્કેલ લાગ્યુ હતું. જેના કારણે મોટાભાગના ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. એક ઉમેદવારે નામ નહિ આપવાની શરતે જણાવ્યુકે, પ્રશ્નપત્ર કાઢનાર વ્યક્તિએ એવા દ્વિધાભરેલા પ્રશ્નો પુછયા હતાકે, તેનો અર્થકાઢવો મુશ્કેલ બની ગયો હતો. એક પ્રશ્નમાં 'વોલીબોલમાં અવેજી ખેલાડી કેટલા' જેવો દ્વિધાભર્યો પ્રશ્ન પુછાયો હતો. આ ઉપરાંત એચ-ટાટની પરિક્ષાના માળખામાં ૧ થી ૮ ધોરણના પાઠયપુસ્તકમાંથીમહત્તમ પ્રશ્નો પુછવાના હોય છે. પરંતુ આ વર્ષે ઉપરોક્ત ધોરણના પાઠયપુસ્તકમાંથીસૌથી ઓછા પ્રશ્નો પુછવામાંઆવ્યા હતા. સામાન્ય રીતે ગુજરાત સરકાર દ્વારા લેવાતી પરિક્ષાઓમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે પણ પ્રશ્નોને મહત્વ આપવામાં આવતુ હોય છે. પરંતુ ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે આ પરિક્ષામાં સરકારની યોજનાઓ અંગે એકપણ પ્રશ્ન પુછવામાં આવ્યો નહતો. પ્રશ્નપત્ર અઘરૂ નીકળતા ઉમેદવારોમાં પ્રશ્નપત્ર કાઢનાર સામે રોષ ફાટી નિકળ્યો છે
No comments:
Post a Comment