તા.૬ સપ્ટેમ્બરથી જિલ્લામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થશે.
- ભારતના ચૂંટણી પંચ ધ્વારા તા.૧/૧/૨૦૧૪ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે દર્શાવ્યા મુજબનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.ક્રમ વિગત સમયગાળો
1. મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ તા.૬/૯/૨૦૧૩(શુક્રવાર)
2. હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો. તા.૬/૯/૨૦૧૩(શુક્રવાર) થી તા.૫/૧૦/૨૦૧૩(શનિવાર) સુધી
3. ગ્રામસભા/નિવાસી કલ્યાણ સંધોમાં મતદારયાદીના સંબંધિત ભાગ/સેકશનનું વાંચન. તા.૬/૯/૨૦૧૩(શુક્રવાર) થી તા.૫/૧૦/૨૦૧૩(શનિવાર) સુધી
4. ખાસ ઝુંબેશના દિવસોએ નિયોજીત સ્થળોએ અરજીઓ સ્વીકારવા બાબત. તા.૮/૧૫/૨૨/૨૯-૯-૨૦૧૩ (રવિવાર)
5. હક્ક-દાવા નિકાલની છેલ્લી તારીખ તા.૧૮/૧૧/૨૦૧૩ (સોમવાર)
6. પુરવણી યાદીએ તૈયાર કરવી અને તેનું છાપકામ કરવું. તા.૩૧/૧૨/૨૦૧૩ (મંગળવાર)
7. મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૬/૧/૨૦૧૪ (સોમવાર)
આ કાર્યક્રમ અનુસાર તા.૬/૯/૨૦૧૩ ના રોજ મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ સંબંધિત મતદાર નોંધણી અધિકારીશ્રીઓ ધ્વારા કરીને તા.૫/૧૦/૨૦૧૩ સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારીને તેનો તા.૧૮/૧૧/૨૦૧૩ સુધીમાં ઓનલાઇન આખરી નિકાલ કરવાનો રહેશે તેમજ તા.૬/૧/૨૦૧૪ ના રોજ મતદાયરયાદીની આખરી પ્રસિધ્ધિ કરવાની રહેશે.
તા.૧/૧/૨૦૧૪ ની લાયકાતી તારીખના સંદર્ભમાં તૈયાર થનાર મતદારયાદીનો ઉપયોગ લોકસભાની આગામી સામાન્ય ચૂંટણી દરમ્યાન કરવાનો હોવાથી મૂલ મતદારયાદી તથા તમામ પુરવણી યાદીઓ સંકલિત() કરીને મતદારયાદીનો મુસદ્દો તૈયાર કરવાનો રહેશે તેમજ મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ માટે તથા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી/મતદાર નોંધણી અધિકારીશ્રી/મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી તથા સર્વે માન્ય રાજકીય પક્ષોને આપવા અને કાયમી રેકર્ડ જાળવવા માટે કુલ-૧૫ નકલોની આવશ્યકતા રહેશે. આ નકલો નાણાંકીય નિયમોની જોગવાઇઓ અન્વયે સ્થાનિક રીતે છપાવી લેવા વિનંતી છે તેમજ મતદારયાદી સુધારણા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછી મોકલી આપવામાં આવશે.
No comments:
Post a Comment