All District Talati cum mantri, junior vahivati hisab, multi purpose health worker and female worker exam date is 22/2/2014 and 23/2/2014/ . આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .


1 to 8 poems


૧ થી ૮ ના ક્કાવ્યો

બાલગીતો-કાવ્યો


ચોખુ ઘરનું આંગણું....mp3
એક રુપિયાના...mp3
ચપટી વગાડતા આવડી...mp3
કારતકમાં શિંગોડા...mp3
કારતકમા દેવદિવાળી.mp3
એક જાનો માળો....mp3
એક રુપિયાના...mp3
ઊગીને પૂવૅમા....mp3
આંગણેથી નિકળી.....mp3
આવો પારેવા...mp3
આપણું આ ગુજરાત...mp3
આ અમારુ ઘર છે.....mp3
આ અમારી ગાડી છે...mp3
અચર આવે....mp3
હાલો ખેતરીએ...mp3
વાદળ વાદળ વરસો પાણી.mp3
હારે અમે ખેડૂતભાઈ........mp3
સાવજની સરદારી.........mp3
વહેલી સવારે ઉઠીને.......mp3
ડુગ ડુગીયાવાળો........mp3
દુનીયા આખામાં..........mp3
ટીવી મારું બહું રુપાળું.......mp3
જામ્યો કારીગરોનો મેળો......mp3
ગોળુડો ઘાટ.........mp3
કરો_રમકડા_કુચક_દમ......mp3
આવો કબુતરા.......mp3
આયો ફાગણીયો........mp3
આભલે ચમકતો ચાંદલો ગમે......mp3
રીંછ એકલું ફરવા ચાલ્યું........mp3
પપાજીએ રંગબેરંગી....mp3
વંદે માતરમ્.mp3
વડદાદાની લાંબી દાઢી....mp3
રોજ નિશાળે જઈએ.....mp3
તુ અહીયા રમવા આવ....mp3
ચપટી વગાડતા આવડી...mp3
मोर पुकारे.mp3
देश बड़ा हो जायेगा.mp3
धमक धमक आता हाथी.mp3
जिसने सूरज चाँद बनाया.mp3

ધોરણ- ૧ ભાષા-પર્યાવરણ- ગણિત

જંગલ કેરા પ્રાણીઓની છૂકછૂક ગાડી ચાલી
ચાલો જોવા જઈએ મેળો
અજબ જેવી વાત છે.
આવો મેઘરાજા
ચાલો ચાલોને રમીએ હોડી હોડી
ચોખ્ખું ઘરનું આંગણું
વાદળ વાદળ વરસો પાણી
બા વિના મને ખવડાવે કોણ ?
એક ઝરણું દોડ્યું જાતુતું
આવો પારેવા, આવોને ચકલાં
એક કબૂતર નાનું
કાગડો કાળોને
ડ્રાંઉં ડ્રાંઉં અમે દેડકજી
હાલો ખેતરીયે
દરિયાકાંઠે
ઉંચું ઉંચું ઊંટ
આ અમારો દેશ છે.
રણમાં તો છે ઢગલે ઢગલા

ધોરણ- ૨ ભાષા-પર્યાવરણ- ગણિત

વડદાદા
ઉગીને પૂર્વમાં
આ અમારું ઘર છે.
આ અમારી ગાડી છે.
બા મને ચપટી વગાડતાં આવડી ગઈ
આપણું આ ગુજરાત છે.
ચોખ્ખું ઘરનું આંગણું
જન ગણ મન (રાષ્ટ્રગીત)
વંદે માતરમ્ (રાષ્ટ્રીય ગીત)
તું અહિંયાં રમવા આવ મજાની ખિસકોલી
કલરવની દુનિયા
અચ્ચર આવે કચ્ચર આવે
એક રૂપિયાના દશકા દશ
રૂપિયો આવ્યો બજારમાં
થઈએ કાકાકૌઆં
બાર મહિના

ધોરણ- ૩ ભાષા-પર્યાવરણ

૧. મને આભલે ચમકતો ચાંદલો ગમે
૨. ઉગી સોહામણી સવાર, આવો કબૂતરાં
૩. ડુગડુગિયાવાળી 
૪. વહેલી સવારે ઊઠીને
૫. ગોળુંડો ઘાટ, ભાઈ ગોળુંડો ઘાટ 
૬. દુનિયા આખીમાં મા મારે
૭. સાવજની સરદારી હેઠળ
૮. હારે અમે ખેડૂતાભાઈ ગુજરાતના 
૯. કેસૂડાંની કળીએ બેસી ફાગણીયો 
૧૦. કરો રમકડાં કૂચ કદમ
૧૧. જામ્યો કારીગરનો મેળો
૧૨. રીંછ એકલું ફરવા ચાલ્યું
૧૩. ટીવી મારું બહુ રૂપાળું
૧૪. અમે નાના હરણાં

ધોરણ- ૪ ભાષા-પર્યાવરણ

૧. માના ગુણ
૨. સાંજ પડી
૩. ચાડિયો
૪. ધમાચકડી
૫. સૈનિક સૈનિક રમીએ.
૬. દુનિયાની અજાયબીઓ
૭. તારે મહુલીયા
૮. તરુંનો બહુ આભાર
૯. મોગરો રોપું વડલો રોપું
૧૦. અમે ખેડૂતભાઈ ગુજરાતના
૧૧. કારીગરનો મેળો
૧૨. લીમડી
૧૩. વ્હાલું વ્હાલું મારું વતન

ધોરણ- ૪ હિન્દી

૧. જીસને સૂરજ ચાંદ બનાયા
૨. ધમ્મક ધમ્મક આતા હાથી
૩. દેશ બડા હો જાયેગા
૪. મોર પુકારે

ધોરણ- ૫ ગુજરાતી

૧. સુંદર સુંદર
૨. મેવલિયો
૩. યશગાથા ગુજરાતની
૪. દિવાળી
૫. વિસરું નહિ પ્રભુ નામ
૬. અટકચાળો જીવો
૭. કાલે
૮. સમજણ તે આપણા બેની (પૂરક વાચન)
૯. બળતા બપોર (પૂરક વાચન)

ધોરણ- ૫ હિન્દી

૧. નન્ના મુન્ના રાહી હું
૨. રામુ ઔર શ્યામુ
૩. શિખો
૪. ઝરઝર ઝરતા ઝરના
૫. ચિડિયા કા ગીત
૬. પ્યારે બાપુ
૭. ચલતે રહો

ધોરણ- ૫ અંગ્રેજી

1. Hello sun2. મમ્મી મારી ઢિંગલી બોલતી થઈ
3. The moon is mear the star
4. These are may hands
5. Two littel eyes
6. Happy birthday
7. This is tae way i wash my hand 
8. Red and Orrange
9. Day-1 -Gods love is so wonderful
10. Day-4 Hope a littel
11. Oral-1 Do the Honky Ponky

ધોરણ- ૬ અંગ્રેજી

1. God is great
2. I am jumping
3. Jonny Jonny Yes Papa
4. There are houses
5. Littel minu walked and walked
6. Incy wincy spider
7. Leela had a littel lamp
8. Day- 11 Wel-come
9. Day-1 Where is thumbkin
10. Day-4 Hope a littel
11. S.L-1 Ican see sun
12. S.L-5 A B C D
13. S.L-6 One Two Three
14. S.L-7 Pray in Morning

ધોરણ- ૬ ગુજરાતી

૧. જીવન અંજલી થાજો.
૨. અષાઢી સાંજ
૩. ઘડવૈયા
૪. જશોદા તારા કાનુડાને
જશોદા તારા કાનુડાને (અલગ રાગમાં)
૫. મંઝિલ દૂર નથી
૬. ધરતીના સાદ
૭. હિંડોળો
૮. સાથી મારે બાર
૯. જાગો જાગો જન (પૂરક વાચન)
૧૦. રૂપાળું મારું ગામડું

ધોરણ- ૬ હિન્દી

૧. દેશ હમારા
૨. બાદલ
૩. નન્હા પૌંધા
૪. મેરા ગાવ
૫. તોતાજી કી સિખ
૬. એક જગત એક લોક

ધોરણ- ૭ ગુજરાતી

૧. આંધળી માનો કાગળ
૨. દેખાતા દીકરાનો જવાબ (પૂરક વાચન)

ધોરણ- ૭ હિન્દી

૧. તબ યાદ તુમ્હારી આતી હૈ
૨. હિન્દ દેશ કે નિવાસી
૩. અમૃતબાની
૪. હમારા ઘર હમારા દેશ
૫. કર્મવીર
૬. પેડ
૭. મેરા એક સવાલ
૮. બેટી

ધોરણ- ૮ ગુજરાતી

૧. હળવે હળવે
૨. વડલો કહે છે.
૩. કાનુડાને બાંધ્યો છે હીરનાં દોરે 

ધોરણ ૧  થી ૮  ની કવિતાઓ


એક જ દે ચિનગારી   (ધોરણ – ૮, કાવ્ય – ૨) ડાઉનલોડ કરો 

એક જ દે ચિનગારી,
મહાનલ ! એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી;
મહાનલ ! એક જ દે ચિનગારી.
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી;
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી;
મહાનલ ! એક જ દે ચિનગારી.
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ ! એક જ દે ચિનગારી.

કવિ પરિચય : હરિહર પ્રાણશંકર  ભટ્ટ (ગુજરાતી સાહિત્ય પરિષદ)

તને ઓળખું છું, મા  (ધોરણ – ૮, કાવ્ય – ૪) 


તને ઓળખું છું, મા !
સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે,ખમ્મા !
ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ,
 
ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું,
મળે લ્હેરખી : હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં ….
 
તરુણા પેઠે આવે કે હડસેલે,કોઈ ફેંકે
પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે
દશે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં ….
 
ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે
કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે ?
સ્મરણ-સ્મરણ તે તીરથ : તારી એમ કરું પરકમ્મા ….
તને ઓળખું છું, મા !
કવિ પરિચય : મનોહર રતિલાલ ત્રિવેદી

ધૂળિયે મારગ  (ધોરણ – ૮, કાવ્ય – ૬)


કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ? એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડધેપડધે, માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !

આભમાં ઝીણી ઝબૂકે વીજળી  (ધોરણ – ૮, કાવ્ય – ૮) ડાઉનલોડ કરો 


આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
કે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
કે ભીંજાય મેડીની બેસતલ રાણી
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે
કે ભીંજાય બારીનો બેસતલ સૂબો
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે
ભીંજાય પાતળિયો અસવાર
ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
આભમાં ઝીણી….
તમને વા’લી દરબારી ચાકરી રે,
કે અમને વા’લો તમારો જીવ
ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે !
આભમાં ઝીણી….

આજની ઘડી રળિયામણી (ધોરણ – ૭, કાવ્ય – ૨) ડાઉનલોડ કરો 


સખી, આજની ઘડી રળિયામણી;
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે. સખી …..
સખી, આલાલીલા વાંસ વઢાવીએ;
મારા વહાલાજીના મંડપ રચાવીએ જી રે. સખી …..
તરિયાતોરણ બારે બંધાવીએ;
મોતીડે ચોક પુરાવીએ જી રે. સખી…..
ગંગા જમુનાનાં નીર મંગાવીએ;
મારા વહાલાજીનાં  ચરણ પખાળીએ જી રે. સખી…..
સહુ સખીઓ મળીને આવીએ;
વહાલાજીનાં મંગળ ગવરાવીએ જી રે. સખી…..
પૂરો પૂરો સોહાગણ, સાથિયો;
ઘેર મલપતો આવે હરિ હાથિયો જી રે. સખી…..
અતિ મીઠડા થકી થાય મીઠડો;
મહેતા નરસૈયાનો  સ્વામી મેં દીઠડો જી રે. સખી…..
કવિ પરિચય : નરસિંહ મહેતા

રાનમાં  (ધોરણ – ૭, કાવ્ય – ૫)


ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે  મેદાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું,
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું.
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાંને થાય એવું ઘાસને,
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતાં ગામને.
તમને યે થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.

કવિ પરિચય : ધ્રુવ પ્રબોધરાય ભટ્ટ

માલમ હલેસાં માર  (ધોરણ – ૭, કાવ્ય – ૮)  ડાઉનલોડ કરો


માલમ મોટાં હલેસાં તું માર,
મારે જાવું મધદરિયાની પાર
મેણું માર્યું છે મને ભાભલડીએ,
દે’ર આળહનો સરદાર;
 
હે… ભાઈ કમાય ને ભાઈ ઘોડલાં ખેલવે,
એનો બળ્યો અવતાર રે…માલમo
જાવું છે મારે જાવા બંદરે જ્યાં
લખમીનો નહિ પાર
 
હે… જાવે ગિયા કોઈ પાછા ન આવે,
આવે તો બેડલો પાર રે…માલમo
જાવું છે મારે સિંહલદ્વીપમાં
પરણવા પદમણી નાર;
 
હે… મોતીડે પોંખે જો ભાભલડી મારી
તો તો જીવવામાં સાર રે…માલમo
કેસરભીના તમે જીવો ભાભલડી મારાં
જીવો જીભલડીની ધાર;
 
હે… મેણા મારીને મારી મતિ સુધારી
ખોલ્યા તે મનના દ્વાર રે…માલમo
માલમ મોટાં હલેસાં તું માર,
મારે જાવું મધદરિયાની પાર
 
હિંદમાતાને સંબોધન (ધોરણ – ૬, કાવ્ય – ૨)
 
ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !
હિંદુ અને મુસલમિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !
 
પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !
 
રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !
 
વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !
 
સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !
 
ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !
 
કવિ પરિચય :મણિશંકર રત્નજી ભટ્ટ (ગુજરાતી સાહિત્ય પરિષદ)
 
મહેનતની મોસમ (ધોરણ – ૬, કાવ્ય – ૫)

સોનાવરણી સીમ બની,
મેહુલિયે કીધી મ્હેર રે
ભાઇ ! મોસમ આવી મહેનતની.
નદીયુંના જલ નીતર્યાં
લોકોમાં લીલાલ્હેર રે ….  ભાઇ! મોસમ..લીલો કંચન બાજરો
ને ઊજળો દૂધ કપાસ  રે ….  ભાઇ! મોસમ.. જુવાર લોથે લૂમે ઝૂમે
ને હૈયામાં હુલ્લાસ રે ….  ભાઇ! મોસમ..
ઉપર ઊજળા આભમાં
કુંજડિયુંના કલ્લોલ રે ….  ભાઇ! મોસમ..
વાતા મીઠા વાયરા
ને લેતા મોલ હિલોળ રે ….  ભાઇ! મોસમ..
હો! લિયો પછેડી દાતરડાં,
આજ સીમ કરે છે સાદ રે ….  ભાઇ! મોસમ..
રંગે સંગે કામ કરીએ
થાય મલક આબાદ રે ….  ભાઇ! મોસમ..
લીંપી- ગૂંપી ખળાં કરો,
લાવો ઢગલે ઢગલા ધાન રે ….  ભાઇ! મોસમ.
રળનારો તે માનવી
ને દેનારો ભગવાન રે ….  ભાઇ! મોસમ


વિડીયો ક્લિપ


મારે કંઈક કહેવું છે.... 
ચકીબેન...ચકીબેન.... 
ગુજરાતી મુળાક્ષરો કકકો બારક્ષરી.....
સુરજ એક ચંદા એક......
उपर चंदा गोल.....
ચાન્દો સુરજ રમતા 'તા.....
મારો છે મોર....! 
વ્હાય ધીસ કોલાવેરી .... કોલાવેરી.....કોલાવેરી ડી......
વાતાઁ રે વાતાઁ.......
મુળાક્ષરો......
જો મને ગાંધી મળે , તો ....!!! 
સ્કુલ ચલે હમ.....
કમ ઓન ઈન્ડીયા.....
દીકરી - વ્હાલ નો દરિયો....
મા-બાપને ભુલશો નહી....

વાર્તા રે વાર્તા

સામુદાયિક ગાન ની સીડી


























ધોરણ – ૬  ગુજરાતી

રાવણનું મિથ્યાભિમાન (ધોરણ – ૬, કાવ્ય – ૧૨) ડાઉનલોડ કરો
ગુજરાત મોરી મોરી રે (ધોરણ – ૬, કાવ્ય – ૧૫) ડાઉનલોડ કરો
શેરીએ આવે સાદ (ધોરણ – ૬, કાવ્ય – ૧ પૂરક વાચન) ડાઉનલોડ કરો
રૂપાળું મારું ગામડું (ધોરણ – ૬, કાવ્ય – ૩ પૂરક વાચન) ડાઉનલોડ કરો

ધોરણ – ૬  હિન્દી

एक जगत एक लोक  (कक्षा-६, काव्य-२)  ડાઉનલોડ કરો
इतनी शक्ति हमें देना  (कक्षा-६, काव्य-१)  ડાઉનલોડ કરો

ધોરણ – ૭   ગુજરાતી

આજની ઘડી રળિયામણી (ધોરણ – ૭, કાવ્ય – ૨) ડાઉનલોડ કરો
માલમ હલેસાં માર  (ધોરણ – ૭, કાવ્ય – ૮)  ડાઉનલોડ કરો

ધોરણ – ૭ હિન્દી

तब याद तुम्हारी आती है   (कक्षा-७, काव्य-२)      ડાઉનલોડ કરો
हिन्द देश के निवासी  (कक्षा-७, काव्य-५)      ડાઉનલોડ કરો
बेटी (कक्षा-काव्य-ડાઉનલોડ કરો
धरती की शान (कक्षा-काव्य-) ડાઉનલોડ કરો

ધોરણ – ૭  સંસ્કૃત

ચટક ચટક (ધોરણ-૭, કાવ્ય – ૫)  ડાઉનલોડ કરો

ધોરણ – ૮ ગુજરાતી

એક જ દે ચિનગારી   (ધોરણ – ૮, કાવ્ય – ૨) ડાઉનલોડ કરો
આભમાં ઝીણી ઝબૂકે વીજળી  (ધોરણ – ૮, કાવ્ય – ૮) ડાઉનલોડ કરો

ધોરણ – ૮  હિન્દી

मत बांटो इन्सान को (कक्षा-काव्य-ડાઉનલોડ કરો
तूफानो की ओर (कक्षा-८काव्य-)  ડાઉનલોડ કરો

ધોરણ – ૮ સંસ્કૃત

એહિ સુધીર (ધોરણ-૮, કાવ્ય – ૪) ડાઉનલોડ કરો
પુત્રી મમ ખલુ નિદ્રાતિ  (ધોરણ-૮, કાવ્ય – ૧) ડાઉનલોડ કરો

No comments:

Post a Comment