નિવૃતિ વયમર્યાદા ૬૨ નહિ થાય
લો કરલો બાત... સરકારે અનેકની આશાઓ ઉપર ઠંડુ પાણી રેડી દીધુ
લો કરલો બાત... સરકારે અનેકની આશાઓ ઉપર ઠંડુ પાણી રેડી દીધુ
નવી દિલ્હી, તા. ૧૯ :. કેન્દ્રીય કર્મચારીઓની નિવૃતિ વય ૬૦ વર્ષ જ રહેશે. સરકાર તરફથી આવા સંકેતો મળ્યા છે. પહેલા એવી ચર્ચા હતી કે, સરકાર નિવૃતિ વય ૨ વર્ષ વધારીને ૬૨ કરશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા નિવૃતિ વય મર્યાદા ૬૦થી વધારીને ૬૨ કરવાની હાલ કોઈ યોજના નથી. રેલ્વે સહિત દેશભરમાં કેન્દ્રીય કર્મચારીઓની સંખ્યા ૫૦ લાખ છે. હાલમાં એવા અહેવાલો મળ્યા હતા કે સરકાર ખાધને ઘટાડવા માટે નિવૃતિ વય મર્યાદા ૬૨ થશે, એવી અટકળો પણ હતી કે સરકાર ચૂંટણી પહેલા જાહેરાત કરશે.
સૂત્રો જણાવે છે કે, સેવા નિવૃતિ વય મર્યાદા વધારવા માટે તમામ પક્ષકારો તથા નાણા મંત્રાલય સાથે વિચાર વિમર્શ જરૂરી છે. ૧૯૯૮માં સરકારે નિવૃતિ વય ૫૮ વર્ષથી વધારીને ૬૦ વર્ષ કરી હતી.
No comments:
Post a Comment