શુક્રવાર કે ૩જી માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાતની શક્યતા
શુક્રવાર કે ૩જી માર્ચે લોકસભા ચૂંટણીની જાહેરાતની શકય
તાઃ ૨૮મીએ કલેકટરની ઈલેકશન મેનેજમેન્ટ પ્લાન અંગે મીટીંગબપોરે ૧૨ થી ૪ જીલ્લાના ટોચના અધિકારીઓ સાથે મીટીંગમાં તમામ કમીટીની રચના કરાશેઃ સિંગલ વિન્ડો સિસ્ટમ - MCMC - એકસપેન્ડીચર - લીકર - પોસ્ટલ બેલેટ - લોએસ્ટ મતદાન પોકેટ સહિતની બાબતો અંગે સમીક્ષા
રાજકોટ, તા. ૨૪ : લોકસભા ચૂંટણીની જાહેરાતની કાગડોળે તમામ તંત્ર અધિકારીઓ રાહ જોઈ રહ્યા છે. પરંતુ હજુ ચૂંટણીપંચનો સસ્પેન્સ પૂરો થયો નથી, જો કે આજે કલેકટર કચેરીમાંથી મળતા તાજા અહેવાલો મુજબ આગામી ૨૮મીના શુક્રવાર અથવા તો સોમવારે ત્રીજી માર્ચે લોકસભા ચૂંટણી જાહેરાતની પૂરેપૂરી શકયતા છે, અને તે સંદર્ભે તે બાબત જાણી કે વિચારીને કલેકટરે આગામી ૨૮મીએ બપોરે ૧૨ વાગ્યે કલેકટર કચેરી ખાતે વિવિધ કમીટીઓની રચના કરવા સંદર્ભે જીલ્લાના તમામ ખાતાના ટોચના ઓફીસરોની એક મહત્વની મીટીંગ બોલાવી હોવાનું જાણવા મળે છે.
આ મીટીંગમાં કલેકટર આગામી લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક માટે સંપૂર્ણ ઈલેકશન મેનેજમેન્ટ પ્લાન ઘડી કાઢશે. આ ઉપરાંત કોમ્યુનિકેશન મેનેજમેન્ટ પ્લાનની અમલવારી, એક જ જગ્યાએથી ઉમેદવારી ફોર્મ ભરી શકાય તે સિંગલ વિન્કો સિસ્ટમની અમલવારી જુદી જુદી આવતી ચૂંટણીપંચની સિસ્ટમો અંગે ખાસ કન્ટ્રોલ રૂમ, વિવિધ ટીમોની રચના, મીડીયામાં છપાતા અહેવાલો, પ્રિન્ટ મીડીયા, ઈલેકટ્રોનિક મીડીયામાં થતો પ્રચાર - પ્રસાર માટે એમસીએમસી કમીટી, ઉમેદવારો દ્વારા થતો ખર્ચ અને નાણાકીય હેરફેર સામે એકસપેન્ડીચર અને તે અંગેની કમીટી, લીકર મોનીટરીંગ કમીટી, પોસ્ટલ બેલેટ, ઈડીસી સિસ્ટમ સહિતની કમીટીઓની કલેકટર દ્વારા રચના કરાશે.
બપોરે ૧૨ વાગ્યે મળનારી આ મીટીંગ સાંજે ૪ થી ૫ વાગ્યા સુધી ચાલશે, ૨૮મીએ દિલ્હીથી ચૂંટણી પંચની કલેકટરોએ લોકસભા ચૂંટણી અન્વયે વીસી તાલીમ પણ યોજાઈ છે. ટુંકમાં કલેકટર દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે તમામ પ્રકારે કાર્યવાહી થઈ રહ્યાનું સૂત્રોએ ઉમેર્યુ હતું.
No comments:
Post a Comment