All District Talati cum mantri, junior vahivati hisab, multi purpose health worker and female worker exam date is 22/2/2014 and 23/2/2014/ . આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .


Wednesday 9 October 2013

સાતમા પગારપંચની સૂચિત ભલામણો

સાતમા પગારપંચની સૂચિત ભલામણો : -તો વર્ગ-4ના કર્મીનો પગાર 21 હજાર
ભુજ, તા. 7 : કેન્દ્રના કર્મચારીઓ માટે સાતમા પગારપંચની રચના થતાં તેની સમક્ષ કર્મચારી સંગઠનો દ્વારા નવા પગારધોરણોની માગણીઓ મૂકવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

કર્મચારી અગ્રણી પ્રફુલ્લ ઠક્કર પાસેથી ઉપલબ્ધ થયેલી વિગતો અનુસાર કેન્દ્ર સરકારની નીતિ અનુસાર દર દશ વરસે તેના કર્મચારીઓ માટે પગારધોરણોની સુધારણા કરવામાં આવે છે અને તે માટે નિષ્ણાતોનાં બનેલા એક પંચની રચના કરવામાં આવે છે અને તેની ભલામણો અનુસાર પગારધોરણ અમલી બનાવવામાં આવે છે. આ નીતિ અનુસાર આગામી જાન્યુ. 16થી અમલી બને તે રીતે પગારધોરણ સુધારણા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક તજજ્ઞ પંચની રચના કરવામાં આવી છે અને તેનો રિપોર્ટ ડિસે. '15 પહેલાં રજૂ કરવા જણાવાયું છે.

આ માટે પંચે વિવિધ કર્મચારી સંગઠનોને નિમંત્રિત કરતાં તેમના તરફથી માગણીઓ મૂકવામાં આવી છે જેના પર નજર કરતાં સને 1973માં રૂા. 100 પગાર મેળવતો કર્મચારી 2016માં રૂા. 30000 પગાર મેળવશે.

જોગવાઇઓ મુજબ મૂળ પગાર (પે બેન્ડ)માં ગ્રેડ પે, મોંઘવારી તથા વેઇટેજ ઉમેરવાનું રહે છે. તે જોતાં સૂચવવામાં આવેલા પગારધોરણો એકદમ તર્કસંગત છે અને સામાન્ય ફેરફારો સાથે સંભવત: આ સૂચવેલા તમામ પગારધોરણો અમલમાં આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે જે જોતાં આગામી વરસોમાં પટાવાળાભાઇ કલેક્ટરનો પગાર મેળવતા હશે જે નિ:શંક બાબત છે. સાતમા પંચ અનુસાર મિનિમમ પગાર રૂા. 21000 અને મહત્તમ રૂા. 240000ની ભલામણો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.

કચ્છના વિવિધ કર્મચારી સંગઠનોએ આ માગણીઓને આવકારી ગુજરાત સરકારને પણ તેના કર્મચારીઓ માટે સાતમા પંચની રચના કરવા અને હજુ છઠ્ઠા પંચની ભલામણોની બાકી રહેતી કેટલીક બાબતો મંજૂર કરી લાભ આપવા માંગ દોહરાવી છે.

No comments:

Post a Comment