Pages

Sunday, 6 October 2013

શિક્ષકોના હાયરગ્રેડ માટેના પરિશ્રમના અર્થઘટનનો વિરોધ.................!


શિક્ષકોના હાયરગ્રેડ માટેના પરિશ્રમના અર્થઘટનનો વિરોધ     પ્રાથમિક શિક્ષકોને નિયત સમયે મળતી બઢતીના લાભો માટે મુખ્ય શિક્ષક ગુણવતા કસોટી પસાર કરવી ફરજિયાત હોવાના એક પરિપત્રના અર્થઘટનનો વિરોધ સાથે ઉચ્ચસ્તરે રજૂઆતો કરાઇ છે.
         અત્યાર સુધી હાયરગ્રેડ માટે સી.સી.સી. (કોમ્પ્યુટર કૌશલ્ય કસોટી) પસાર કરવાની થતી હતી. પરંતુ રાજ્યની લોકલફંડ કચેરીના તાજેતરના પરિપત્રથી જિલ્લા સ્થાનિક ભંડોળ હિસાબ કચેરીને હાયરગ્રેડ માટે એચ-ટાટ પાસ કરવી જરૂરી હોવાની સૂચના અપાઇ હોવાનું જાણવા મળ્યું છે. પરીણામે જાન્યુ.-13થી આ કામગીરી અટવાઇ છે. તેથી પાત્રતા ધરાવતા શિક્ષકો વંચિત રહ્યા છે.
         આ બાબતે રાજ્ય શિક્ષક સંઘના સંગઠનમંત્રી હરિસિંહ જાડેજાની એક યાદીમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ હોવાનું જણાવાયું છે. ટેટ કે એચટેટ માત્ર સ્નાતક ઉમેદવાર જ આપી શકે. જિલ્લામાં કામ કરતા મોટાભાગના શિક્ષકો એસ.એસ.સી., પી.ટી.સી., સી.પી.એડ., સંગીત, એ.ટી.ડી. છે જેને એચ-ટેટ માટે લાયક ગણેલ નથી.
         તો પછી પાસ કરવાનો સવાલ જ નથી. તેમ છતાં ઊભી કરાયેલ વહીવટી ગુંચ તુરંત ઉકેલવા રાજ્ય સંઘ પ્રમુખ ચંદુલાલ જોશી, મહામંત્રી બળદેવ ચૌધરી માધ્યમે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે. નિયામક સત્વરે નવો પરિપત્ર બહાર પાડે તેવી માંગ ઊઠી છે.

No comments:

Post a Comment