Pages

Saturday, 31 August 2013

પ્રાઇમરી ટીચર્સ માટેની TET-2માં મોટાપાયે 'ગોઠવણો' ની ફરિયાદ......!

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે આગામી રવિવારે ટેટ-૨ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં સમગ્ર રાજયમાંથી અંદાજે ૧ લાખ ૭૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. પરીક્ષા માટે ૨૬ જિલ્લાઓ અને જરૃર પડે ત્યાં તાલુકા કક્ષાએ પણ પરીક્ષાની બેઠક વ્યવસ્થા કરવાની સૂચના બોર્ડ દ્વારા આપવામાં આવી છે. જરૃરયાત ઉભી થાય તેવા સ્થળોએ વિડિયોગ્રાફી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આમછતાં કેટલાકજિલ્લાઓમાં શાળા કક્ષાએ સેટિંગ શરૃ થયાની ફરિયાદ બહાર આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પ્રાથમિક શાળાઓમાં ધો.૧થી ૫માં શિક્ષક માટે અગાઉ ટેટની પરીક્ષા લેવામાં આવી હતી. હવે ટેટ-૨ની પરીક્ષા આગામી રવિવારે લેવામાં આવશે. પરીક્ષાના આયોજન માટે સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારીને જવાબદારીઓ સોંપવામાં આવી છે. સૂત્રો કહે છે આ પરીક્ષામાં સમગ્ર રાજયમાંથી બી.એડ થયેલા ઉમેદવારો ઉપરાંત પીટીસી અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો પર પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. વિદ્યાસહાયકની ભરતીમાં આ પરીક્ષાનું વેઇટેજ ૫૦ ટકા અને ૫૦ ટકા વેઇટેજ ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ગણીને મેરિટ તૈયાર કરવામાં આવતું હોય છે. જેના કારણે ઉમેદવારો ટેટની પરીક્ષામાં વધુમા વધુ માર્કસ મળે તે માટે પ્રયાસો કરતાં હોય છે.બોર્ડ દ્વારા દરેક પરીક્ષા કેન્દ્ર પર સ્કવોડ ગોઠવવા ઉપરાંતપરીક્ષા કેન્દ્ર પર કલાસવન અધિકારીને ઓબ્ઝર્વર તરીક મુકવાનું નક્કી કરાયુંછે.સંવેદનશીલ ગણાતા અથવા તો જરૃરયાત ઉભી થાય તેવા કેન્દ્રો પર વિડિયોગ્રાફી કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે. મહત્વની વાત એ કે પરીક્ષાની તમામજવાબદારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની સોંપવા માં આવી છે. સૂત્રો કહે છે હાલ જે શાળામાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યાંના પ્રિન્સીપાલ અથવા તો સંચાલકો સાથે ગોઠવણ કરીને પરીક્ષામાં વધુમા વધુ ગુણ આવે તેવા પ્રયાસો કેટલાક ઉમેદવારો દ્વારા શરૃ કરાયા છે. અમરેલી, વલસાડ, દાહોદ, પંચમહાલ,આણંદ,ખેડા અને પાટણજેવા વિસ્તારોમાં પરીક્ષા પહેલા જ ગોઠવણો શરૃ થયાની ફરિયાદો પણ બહાર આવી રહી છે.

No comments:

Post a Comment