Pages

Tuesday, 20 August 2013

નિવૃતિ વયમર્યાદા ૬૨ નહિ થાય



નિવૃતિ વયમર્યાદા ૬૨ નહિ થાય
લો કરલો બાત... સરકારે અનેકની આશાઓ ઉપર ઠંડુ પાણી રેડી દીધુ
   નવી દિલ્‍હીતા. ૧૯ :. કેન્‍દ્રીય કર્મચારીઓની નિવૃતિ વય ૬૦ વર્ષ જ રહેશે. સરકાર તરફથી આવા સંકેતો મળ્‍યા છે. પહેલા એવી ચર્ચા હતી કેસરકાર નિવૃતિ વય ૨ વર્ષ વધારીને ૬૨ કરશે.
   સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે સરકાર દ્વારા નિવૃતિ વય મર્યાદા ૬૦થી વધારીને ૬૨ કરવાની હાલ કોઈ યોજના નથી. રેલ્‍વે સહિત દેશભરમાં કેન્‍દ્રીય કર્મચારીઓની સંખ્‍યા ૫૦ લાખ છે. હાલમાં એવા અહેવાલો મળ્‍યા હતા કે સરકાર ખાધને ઘટાડવા માટે નિવૃતિ વય મર્યાદા ૬૨ થશેએવી અટકળો પણ હતી કે સરકાર ચૂંટણી પહેલા જાહેરાત કરશે.

   સૂત્રો જણાવે છે કેસેવા નિવૃતિ વય મર્યાદા વધારવા માટે તમામ પક્ષકારો તથા નાણા મંત્રાલય સાથે વિચાર વિમર્શ જરૂરી છે. ૧૯૯૮માં સરકારે નિવૃતિ વય ૫૮ વર્ષથી વધારીને ૬૦ વર્ષ કરી હતી.

No comments:

Post a Comment